રવિવાર, 14 સપ્ટેમ્બર, 2008

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

પવન તું, પાણી તું, ભૂધરા!
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એજ આશે..

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,
કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે..

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી
જેહને જે ગમે તેને પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે..

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એજ પાસે,
ભણે નરસૈયો એ મન તણી શોધના,
પ્રીત કરૂં, પેમથી પ્રગટ થાશે..

શ્યામ રંગ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું…. મારે..

કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું…. મારે…

કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું…. મારે…

નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું…. મારે…

મરકતમણિ ને મેધ દ્રષ્ટે ના જોવા, જાંબુવંત્યાક ના ખાવું…. મારે…

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું!’… મારે…

ઊંડું જોયું, અઢળક જોયું;

ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.
ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!
તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.
માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;
એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!
જળમાં જોયું, ઝગમગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.
આ ઘર, ઓ ઘર કરતાં કરતાં, ઘૂમી વળ્યા આ મનખો;
ધૂણી-ધખારે ઘટ ઘેર્યો પણ અછતો રહે કે તણખો?
પલમાં જોયું, અપલક જોયું;
હદમાં જોયું, અનહદ જોયું;
ઊંડું જોયું, અઢળક જોયું.

ઘરનાં તો જો કે

ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.
ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,આ વાતની તને ય ખબર હોવી જોઇએ.
એક રોશની રહે છે સતત મારા પંથમાં,મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.
લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.
નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.
ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.
હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.
આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.
‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,એની જ નીચે મારી કબર હોવી જોઇએ.
જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,
ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
[1] સમય તો થઈ ગયોહવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો,નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો.આ સાંજ, ગાજ, વીજ, મેઘ, હું ને તું બધું તો છે,હવે તો નાચવું જ જોઈએ, સમય તો થઈ ગયો.છે ઊંઘ પણ નવીસવી ને ચક્ષુપણ નવાંનવાં,તો સ્વપ્ન પણ નવું જ જોઈએ સમય તો થઈ ગયો.જ્યાં […]
મારું અંધારું મને દેખાય છે,ભૂલ ક્યાં મારી હતી સમજાય છે.
કોણ છું ને બધા આ કોણ છે,માણસો મારામાં જે સંતાય છે.
રાહમાં મેં મેળવ્યું છે કેટલું,રાહમાં મારું કશું ખોવાય છે.
આપણી જો શોધ પોતાની હતી,કેમ એ બીજામાં પૂરી થાય છે.
બે ક્ષણોની મધ્યમાં છે જીંદગી,બેઉ બાજુથી બહુ ખેંચાય છે.
હું કરું છું, હું કરું છું લાગતુંઆખરે સંજોગ જીતી જાય છે. […]