શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2009

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે
કંઈ દ્વિધા સર્જાય ત્યારે આવજે.

ખોખલો આધાર લઈ ઊડે છે તું,
આભથી પટકાય ત્યારે આવજે.

લાગણી શબ્દોથી પર છે, જાણી લે,
મૌન જો સમજાય ત્યારે આવજે.

હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,
કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.

તેં સમજના દ્વારને વાસી દીધા,
અણસમજ ઘૂંટાય ત્યારે આવજે.

મેં લખી છે આપવીતી, આમ તો,
વેદના વંચાય ત્યારે આવજે.

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,

તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,

ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,

તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,

તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને.....

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2009

મારે તે વળી કેવા સપના ને કેવી વાતો,

મારે તે વળી કેવા સપના ને કેવી વાતો,

રસ્તાની ધારે ઉગતો સુરજ ને ત્યાં જ રાતો,

મારે ૫ણ ડોક્ટર કે એન્જિનિયર થાવું તુ,

ફાઇવ સ્ટાર હોટેલોમાં મારે પણ ખાવું તુ,

લી ના જિન્સ ને ટિશર્ટ મારે પણ પેરવા તા,

નોકિયાના મોબાઇલ મારે ૫ણ વા૫રવાતા,

પેલી રમલીને મોંઘીદાટ હોટેલોમાં ડિનર કરાવવાતા,

ગોઆ ને દિવ ના બિચ મારે ૫ણ બતાવવાતા,

લાસ વેગાસ ના કેસિનોમાં મારે ૫ણ રમવું તુ,

દુનિયા આખી વિમાનમાં મારે ૫ણ ભમવુ તુ,

૫ણ હું ભુલી ગયો કે મારે કેવા સ૫ના ને કેવી વાતો,

રસ્તાની ધારે ઉગતો સુરજ ને ત્યાં જ રાતો.
ભૂલ મારી હતી ને થોડી જીદ તમારી પણ હતી,
ને કદાચ સમયનો પવન એવો ફૂંકાયો હતો.
તમે પણ મારી જેમ થોડા જુઠ્ઠા પણ હતા,
ને અમે તો હસીને જુઓ જમાનાને છેતરતા હતા.
બનીને યાદ તમે એવા આસપાસ હતા,
ને અમે જીવન ભર યાદોની ભીડમાં ખોવાયેલા હતા.
સાગરના તોફાની મોંઝાનો સહારો હતો,
નહીતો સાહીલનો અમારા જીવનમાં ક્યાં કિનારો હતો.
naresh prajapati

રવિવાર, 1 ફેબ્રુઆરી, 2009

આ છોકરીઓ ગજબની ચીજ છે !

આ છોકરીઓ ગજબની ચીજ છે !
છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ
આઘેથી જુઓ તો ઇદ છે !આ છોકરીઓ …

આંખો જાણે કે એની હેલોજન લાઇટ,
અને નજરો જાણે કે એની ચાકુ,

બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે
ઘોડા પર ચંબલનો ડાકુ !

એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ
ને એક રીતે જુઓ તો કીક છે !આ છોકરીઓ …

ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે,
ને વાળ એના ખરતાં તો રોતી,

અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે
હું પેલા આવી તો ન્હોતી !

ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ
જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !આ છોકરીઓ ….

એની કોઇ બહેનપણી સાથે હું બોલું
તો એને દિલ પડતાં ઉઝરડાં,

મારે તો શું ! હું તો હાંઇકે રાખું,
વગર દોરીના ફેરવું ભમરડાં !

રહેવા દે ભઇલા, એ એમ નહિ માને,
એને રાજી કરવાની એક રીત છે. આ છોકરીઓ ….