શનિવાર, 31 જાન્યુઆરી, 2009

આવું રોજ કરતા રહો તો ઘણુ સારુ

આવું રોજ કરતા રહો તો ઘણુ સારુ
કોક વાર મળતા રહો તો વધુ સારુ
રસ્તાઓ તો ઘણા છેટા છે તમારા અને મારા
કોક વાર એ પણ મળતા રહે તો વધુ સારુ
માઋ મનને મનાવી ને બધા જીવન જીવે છે અહીં
એક્મેકને મનાવી ને જીવાય તો વધુ સારુ

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?

તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ?
એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને

તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી
હું કુંપણથી અડુ તને, તુ પરપોટો થઇ જાતી

તને કહું કંઇ તે પહેલા તો તુ કહી દેતી, છો ને
તને ગમે તે મને ગમે…..

તારા મખમલ હોઠ ઉપર એક ચોમાસુ જઇ બેઠું
હું ઝળઝળિયા એક શમણું ફોગટ વેઠું

તું વરસે તો હું વરસું, પણ તુ વરસાવે તો ને
તને ગમે તે મને ગમે….....