રવિવાર, 6 જુલાઈ, 2008

ઊગી પોષી પૂનમ તરુનાં ઝુંડ પૂઠેથી ધીરે.
એ આલોકે શિશિર સહસા ચોંકી ઊઠયા શી જાગી…
વાયો ધીમે રહી સૂસવતો ભ્રાન્ત જેવો સમીરે,
ઘૂમી ર્ હેતો અહીંથી તહીં તે સૂનકારે અભાગી.
પેલું પમ્પા સરવર અને અદ્રિ આ માલ્યવાન;
ધારે ફીકી સરલ સુષમા તુંગભદ્રા–તટો આ,
ચોપાસે શા ટુકટુક બન્યા જીર્ણ સામ્રાજ્ય પ્રાણ;
વચ્ચે, માર્ગે અટકી ખટકી મન્દ ટપ્પો જતો આ.

વૃક્ષે ટોચે વિધુ ઝબકતો, શ્રી હસી ત્યાં વનોની.
આ ખંડેરો વિજિતજનના મ્હેલ ને મંદિરોનાં,
આ તૂટેલી વિતત કબરો તે વિજેતા જનોની.
ઢોળી બન્ને ઉપર રસ પૂર્ણેન્દુ સૌંદર્ય કેરો
આકાશેથી મૃદુલ મલકે, જોઈને કાળ–ફેરો
ટપ્પો વેગે પુરપ્રતિ ધપે તે સૂનાં ખેતરોમાં.
ઊગી પોષી પૂનમ તરુનાં ઝુંડ પૂઠેથી ધીરે.
એ આલોકે શિશિર સહસા ચોંકી ઊઠયા શી જાગી…
વાયો ધીમે રહી સૂસવતો ભ્રાન્ત જેવો સમીરે,
ઘૂમી ર્ હેતો અહીંથી તહીં તે સૂનકારે અભાગી.
પેલું પમ્પા સરવર અને અદ્રિ આ માલ્યવાન;
ધારે ફીકી સરલ સુષમા તુંગભદ્રા–તટો આ,
ચોપાસે શા ટુકટુક બન્યા જીર્ણ સામ્રાજ્ય પ્રાણ;
વચ્ચે, માર્ગે અટકી ખટકી મન્દ ટપ્પો જતો આ.

વૃક્ષે ટોચે વિધુ ઝબકતો, શ્રી હસી ત્યાં વનોની.
આ ખંડેરો વિજિતજનના મ્હેલ ને મંદિરોનાં,
આ તૂટેલી વિતત કબરો તે વિજેતા જનોની.
ઢોળી બન્ને ઉપર રસ પૂર્ણેન્દુ સૌંદર્ય કેરો
આકાશેથી મૃદુલ મલકે, જોઈને કાળ–ફેરો
ટપ્પો વેગે પુરપ્રતિ ધપે તે સૂનાં ખેતરોમાં.

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,સરવે ઊંઘે ને અમે જાગતાં જી રે;ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,ચૂપચાપ ભાઈબહેન ભાગતાં જી રે.બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,બાપુ ને બા તે શું જાણતાં જી રે !હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;ખેતર ને કોતરને […]

MARI PASE JODA NA HATA

મારી પાસે જોડા ન હતા, એ દુખ ગાયબ થઈ ગયું-
જ્યારે મેં જોયું કે, મારા પાડોશીને તો પગ જ નથી
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.ગામને પાદર ઘૂઘરા વાગે,ઊંઘમાંથી મારાં સપનાં જાગે,સપનાં રે લોલ વ્હાલમનાં.ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ, ઝૂલતાં ઝોકો લાગશે મને,કૂદતાં કાંટો વાગશે મને,વાગશે રે બોલ વ્હાલમના.ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના. આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.વીંઝતાં પવન અડશે મને,વીણતાં ગવન નડશે મને,નડશે રે બોલ વ્હાલમના.ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.