રવિવાર, 20 જુલાઈ, 2008


કરુણાનું દર્દ જલબિન્દુ
ટપકે છે નયન આરેથી કેવી ગહન વિહળતા
જલ બિન્દુ બની સરકી જાય છે
માનવીની અસ્મિતાને નિચોવી દળદળે છે એ ત્યારે ખરે
લાગણીઓની ગહનતાનો તાગ
ડાણોનો થાય છે અહેસાસ
પ્રેમરૂપી ઝંખનાનું અમૂલ્ય એ જલબિન્દુ
ક્ષણિક અર્પી જાય છે અલૌકિક ખુશીઓ કેરો સંતોષ

ઉજાસ

અંધકાર પછી હંમેશાં ઉજાસ છે
જિંદગીને જીવવાનો નવો અવકાશ છે.
ઊડવાને પાંખો પ્રસરાવી મન થઇ આવે
કિન્તુ ઊડવાને આ વળી નાનું આકાશ છે.
ઝાંઝરનો રણકાર ઝીણો ઝીણો સંભળાય
લાગે છે, તું મારી નજીક કે આસપાસ છે.
તું ગમે ત્યાં હોઇશ, એની મને ખબર નથી
છતાંય, સદાય મારા દિલમાં તારો વાસ છે.

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,

સામાય ધસી જઇયે,
આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.
- રાજેન્દ્ર શુકલ
naresh

હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી.

હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી.
એની સુવાસની જ ગઝલ પર અસર હતી.
પટકાઈ હું પડ્યો છું, મગર એ પડી નથી
શ્રદ્ધા અડગ રહી કે જે ઈશ્વર ઉપર હતી.
આવું ન તારી પાસમાં તો ક્યાં જઉં કહે,
સાકી, સુરા તે રાહમાં ક્યાં દરબદર હતી?
સૌની હતી આ શીખ: જીવ્યે જા! સુખી થઈશ,
પણ દોસ્ત! મારા ભાગ્યની મુજને ખબર હતી.
જન્નતમાં એ સુખોને લઈ શું કરું, ખુદા!
જેની જરુર ફકત આ ધરતી ઉપર હતી.
જહેમત ‘જલાલ’ મારા ફક્ત હાથમાં હતી,
બાકીની વાત મારા મુકદ્દર ઉપર હતી.

શ્વાસ લીધા બાદનો ઉચ્છવાસ છું

શ્વાસ લીધા બાદનો ઉચ્છવાસ છું
શબ્દના દરબારમાં ઉપહાસ છું
રૂબરૂની વાત ક્યાં, હું એમના
સ્વપ્નમાથી જે લીધો, વનવાસ છું
લાગણીના શહેરની વચ્ચે છતાં
ના થયો જે કોઈને, અહેસાસ છું
છે ખબર અંજામ પરવાના તણો
તે છતાં, શમ્મા તણો સહેવાસ છું
અંધકારે જીંદગી જીવ્યા પછી
ભડભડે જે આખરી, અજવાસ છું

વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું

વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતોજે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો
ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાંઆખું સદન અજવાસથી શણગારતો અવસર હતો
આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથીજર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો
થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પરવલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો
આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાંને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો