શનિવાર, 25 ઑક્ટોબર, 2008

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ....

‘‘લજામણી’’

તારા હ્રદયની વિશાળતા વિશે લખું ??
કે તારી ને મારી મિત્રતા વિશે લખું ??
કોરીધાકોર તારી લાગણીઓ વિશે લખું ??
કે તને કોરી ખાતી આ એકલતા વિશે લખું ??
સમયે મારેલાં તમાચાઓ વિશે લખું ??
કે સંબંધમાં મળેલા વિશ્વાસઘાત વિશે લખું ??
સ્વપ્‍ન વીહોણી તારી રાતો વિશે લખું ??
કે નિસાસા થી ભરેલા તારા શ્વાસ વિશે લખું ??
સ્પંદન વીહોણા તારા અહેસાસ વિશે લખું??
કે કોઈને સ્પર્શેલા તારા સંભારણા વિશે લખું ??
લખવા માટે તો ઘણું બધુ છે મારા વાહલા,
હવે તુજ કહે કે હું શેના વિશે લખું ???-
‘‘લજામણી’’

ગુરુવાર, 23 ઑક્ટોબર, 2008

ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,

ઘરના નાકે વિતાવેલી હર સાંજ યાદ આવે છે,
એ ગુજરેલ લમ્હોની દિવસ-રાત યાદ આવે છે.
જુવાનીમાં પહેલાં પગલાં અને એ ઘેલા દિવસોની,
એકમેકને કહેવા તત્પર હતા જે, બધી વાત યાદ આવે છે.
કેવી રંગ-બે-રંગી હતી દુનિયાં આપણી!સપ્તકિરણોના રંગો,
સાતે સાત યાદ આવે છે.દેશ છોડીને યારોથી દૂર ચાલ્યો તો જે દિન,
એરપોર્ટ પરની એ આખર મુલાકાત યાદ આવે

પ્રિત એવી કરજો કે જેમાં

પ્રિત એવી કરજો કે જેમાં,

શબ્દો ઓછાને સમજ વધારે હોય,

વિવાદ ઓછોને સ્નેહ વધારે હોય,

શ્વાસ ઓછોને વિશ્વાસ વધારે હોય,

પુરાવા ઓછાને પ્રેમ વધારે હોય..

પ્રિત એવી કરજો કે જેમાં

પ્રિત એવી કરજો કે જેમાં,
શબ્દો ઓછાને સમજ વધારે હોય,
વિવાદ ઓછોને સ્નેહ વધારે હોય,
શ્વાસ ઓછોને વિશ્વાસ વધારે હોય,
પુરાવા ઓછાને પ્રેમ વધારે હોય..
જાણે છે છતા અજાણ બને છે,
ઈ રીતે મને હેરાન કરે છે.
મને પુછે છે કે તને શુ ગમે છે,
કેવી રીતે કહુ એને જવાબ ખુદ સવાલ પુછે

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી,

મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી.

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે,

પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી.

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે,

એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી.

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે,

પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી.

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના,

ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી.

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ,

નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી.

મંગળવાર, 21 ઑક્ટોબર, 2008

કોઇ સમજી શકતુ નથી,આ મનખાં ને,

કોઇ સમજી શકતુ નથી,આ મનખાં ને,તું સમજવા નો પ્રયત્ન તો કરી જો....નથી હવે સંસારમાં કોઇ મારું,તું એક વાર મારો સહારો તો બની જો...દરેક વખતે મારે જ ડુબવું પડે છે,તું એક વાર મારો કિનારો તો બની જો...કોઇ નથી મારી સાથે અહી ઘડીભર,તું બે ડગલા મારી સાથે તો ચાલી જો...દુનિયામાં કોઇ સંબંધ નથી મારા માટે,તું એક વાર મારી સાચી મિત્ર તો બની જો...