રવિવાર, 20 જુલાઈ, 2008

હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી.

હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી.
એની સુવાસની જ ગઝલ પર અસર હતી.
પટકાઈ હું પડ્યો છું, મગર એ પડી નથી
શ્રદ્ધા અડગ રહી કે જે ઈશ્વર ઉપર હતી.
આવું ન તારી પાસમાં તો ક્યાં જઉં કહે,
સાકી, સુરા તે રાહમાં ક્યાં દરબદર હતી?
સૌની હતી આ શીખ: જીવ્યે જા! સુખી થઈશ,
પણ દોસ્ત! મારા ભાગ્યની મુજને ખબર હતી.
જન્નતમાં એ સુખોને લઈ શું કરું, ખુદા!
જેની જરુર ફકત આ ધરતી ઉપર હતી.
જહેમત ‘જલાલ’ મારા ફક્ત હાથમાં હતી,
બાકીની વાત મારા મુકદ્દર ઉપર હતી.

ટિપ્પણીઓ નથી: